પાટણ
બુથ લેવલ ઓફિસર, સુપરવાઇઝર તથા ચૂંટણી કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. ૧૦૦ વર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન બાદ મળેલી આઝાદી અને પ્રજાસત્તાક દેશમાં લોકતંત્રને ધબકતું રાખવા ચૂંટણી પ્રક્રિયાઓમાં દરેક મતદારની ભાગીદારી આવશ્યક છે. સ્વાતંત્ર સેનાનીઓના ગણતંત્રના સ્વપ્નને સાકાર કરવાની આપણને જવાબદારી મળી છે ત્યારે ૧૮ વર્ષથી ઉપરનો એક પણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે આપણે સતત પ્રયાસ રહેવાનું છે. વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના ૧૮થી ૧૯ વર્ષની વયના ૨૦,૭૪૮ નવા મતદારો જાેડાયા છે. ત્યારે આગામી ચૂંટણીઓ પહેલા થર્ડ જેન્ડર, દિવ્યાંગજનો તથા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ નવા મતદારોનો મતદારયાદીમાં મહત્તમ સમાવેશ થાય તે પ્રકારની કામગીરી સુનિશ્ચિત કરવાની છે. મદદનીશ કલેક્ટર સચિનકુમારે જણાવ્યું કે, કોઈપણ લોકતાંત્રિક દેશનો પાયો તેના મતદારો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં મતદારોના મૌલિક અધિકારોના રક્ષણ સાથે મુક્ત, ન્યાયી અને સમયબદ્ધ ચૂંટણીઓ થાય છે ત્યારે તમામ મતદારોની તેમાં ભાગીદારી જરૂરી છે. જિલ્લા કલેક્ટરના આયોજન અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વમાં જિલ્લાના મહત્તમ નવા મતદારોની નોંધણી થાય તે દિશામાં કામ કરી સૌને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનાવવાના છે.પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુલભ, સર્વસમાવેશી અને સહભાગિતાપૂર્ણ ચૂંટણીઓની થીમ પર કરવામાં આવેલી આ ઉજવણી અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસર્સ, સુપરવાઇઝર્સ તથા કર્મચારીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
