રાજકોટ
રાજકોટ શહેરમાં એક તરફ રસ્તા પર ફુવારા ઉડતા પાણીનો વેડફાટ થયો હતો જયારે અન્ય બનાવમાં શહેરના નાનામૌવા નજીક આવેલા બેકબોન પાર્કમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થતાં દુષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. જ્યાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે નળ વાટે ગંદા પાણી આવી રહયા છે અને અમુક નળ કનેકશનમાં ગટરના પાણી ભળી જતા હોવાથી ગંદુ ગટરનું પાણી આવી રહયું છે. જેથી વિસ્તારના લોકોમાં ભારે ચિંતા સાથે તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો છે.પ્રથમ બનાવમાં શહેરના કે.કે.વી ચોકમાં બ્રિજના કામ દરમ્યાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મુખ્ય પાણીની લાઇન તુટી પડી હતી. જેને પગલે હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય હતી. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફૂવારા થતાં જાેવા મળ્યાં હતા.રાજકોટમાં આજે તંત્રની બેદરકારીના બે બનાવ સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લિટર લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જયારે બીજી તરફ શહેરના નાનામૌવા નજીક આવેલા બેકબોન પાર્કમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો રોષે ભરાયા હતા.


