Gujarat

 પાવી જેતપુર ના સજવા ગામ ની સીમ વિસ્તારમાં મા થી એક અજાણી આધેડ મહિલાની લાશ મળી આવતા કરાલી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

જિલ્લામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત આધેડ વયની સ્થિર મગજની મહિલાનો મૃતદેહ સજવા ગામ વિસ્તારમાંથી મળી આવતા પોલીસે કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે પાવીજેતપુર ખસેડવામાં આવ્યો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન ના સજવા ગામ  વિસ્તારમાંથી કોવાયલી હાલતમા આધેડ વયની મહિલા ની લાશ મળી આવતા પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત મળતી માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના સજવા અને કરાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સજવા ગામ ની સીમ વિસ્તારમાં મા ગામના લોકો ગાયો અને ભેંસો ચરાવવા ગોવાળિયા ગયા હતા ત્યારે અચાનક આ કોવાય લી હાલતમા ખેતર માં પડેલી લાશ ઉપર અચાનક ગોવાળિયાની નજર પડતા નજર સામે મૃત્યુ પામેલી આધેડ વય ની સ્ત્રી ને જોતા તરત જ સજવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ને જાણ કરાતા સરપંચ એ કરાલી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ રીતુ ચોટલિયા ને જાણ કરાતા પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને લાશનો કબજો લઇ પાવીજેતપુર ની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે કોલ્ડ રૂમમાં મુકવામાં આવી છે. અને કરાલી પોલીસે લાશ નો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220503-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *