Gujarat

પોરબંદરની સરકારી શાળાનો વિદ્યાર્થીએ પાંખીયા વગરનો પંખો બનાવ્યો

પોરબંદર
પોરબંદરની એમ.કે ગાંધી સરકારી શાળાના ધોરણ ૮માં અભ્યાસ કરતા ધૈર્ય વિમલ હિંડોચા નામના ૧૪ વર્ષિય વિદ્યાર્થીએ સરકાર દ્વારા આયોજીત થતા ઇન્સ્પાયર એવીર્ડમાં ભાગ લીધો હતો અને આ માટે ધૈર્યએ બેટરી વડે ચાલતા બ્લેડ લેસ ફેન એટલેકે, પાંખીયા વગરનો પંખો બનાવ્યો હતો. જે કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી અને આ માટે તેને રૂ. ૧૦ હજાર જેટલું રોકડ ઈનામ પણ મળ્યુ હતુ. આ બ્લેડ લેસ ફેન સિવાય ધૈર્યએ દિવ્યાંગ લોકો માટે ઓટોમેટીક રોટી મેકર પણ બનાવ્યુ છે, જેના વડે દિવ્યાંગ કે જેમને એક હાથ નથી તે પણ રોટલી બનાવી શકે. બંન્ને ઈનોવેશન અંગે ધૈર્યએ એવુ જણાવ્યું હતું કે, “પાંખીયા વાળો પંખો હોય તો તેમાં નાના બાળકો હાથ નાખી દે તો બાળકને ઈજા પહોંચી શકે છે. જેથી પાંખિયા વગરનો પંખો બનાવ્યો છે, જેમાં બ્લેડ અંદર હોય છે. આથી પંખો હવા ફેંકે પરંતુ પાંખીયા નીચે હોય જેથી દેખાઈ નહિ અને બાળકને નુકશાન ન થાય તેમજ સસ્તુ પણ છે જેથી તેને ગમે ત્યા લઈ જઈ શકાય છે.” ધૈર્ય દ્વારા બનાવવામાં આવેલું પાંખીયા વગરના પંખાનું આ ઇનોવેશન જિલ્લા લેવલે ૧૦ કૃતિમાંથી પ્રથમ આવતા આગામી સમયમાં ધૈર્ય સ્ટેટ લેવલે પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. બાળકોને વિજ્ઞાન અને નવા સંશોધન પ્રત્યે પ્રેરણા મળે તે માટે સરકાર દ્વારા આ પ્રકારના ઈનોવેશ પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે જે રીતે આ બાળકને સિદ્ધી મળી છે તેને લઈને તેની શાળા અને પરિવારજનોમાં પણ ખુશી જાેવા મળી રહી છે અને પરિવારજનોએ પણ ધૈર્ય વધુ આગળ વધે તે માટે પુરતો પ્રયાસ કરીશુ એમ જણાવ્યું હતું વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયુ જ્ઞાન આપવાને બદલે તેઓમાં સંશોધનવૃતિનો વિકાસ થાય તેઓ નવા પ્રોજેક્ટ બનાવે તે માટે સરકાર દ્વારા હાલ અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે જે રીતે પોરબંદરના આ બાળકે પાંખીયા વગરનો પંખો તેમજ ઓટોમેટિક રોટી મેકર જેવી કૃતિઓ બનાવી છે, તે સરહાનીય બાબત છે. કારણ કે માત્ર ૧૪ વર્ષની વયે આ રીતે તેણે પ્રતિભા દર્શાવતા આવા બાળકોને વધુ આ પ્રકારનું પ્લેટફોર્મ મળે તો તેઓ જરુરથી આ દિશામાં વધુ સફળતા મેળવી શકે છે.

The-student-made-a-fan-without-a-wing.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *