Gujarat

પ્રાંચી તીર્થ ખાતે  જિલ્લા કોળી કર્મચારી મંડળ ની બેઠક યોજાઇ..  જ્યારે સર્વનુમતે કોળી કર્મચારી મંડળ ના પ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ ડાભી  ની નિમણુંક..

પ્રાચી તીર્થ…
સમગ્ર ગુજરાત ના સમસ્ત કોળી સમાજ ના લોકો ધીરે ધીરે અલગ રાહ તરફ આગળ વધી રહ્યા છે તેમજ સમાજ ના લોકો શિક્ષણ તરફ તો આગળ વધી રહ્યા છે તેમ છતાં પણ સમાજ ના આગેવાનો કે જેઓ સરકારી ક્ષેત્રે અને પ્રાઇવેટ ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેવા લોકો દ્વારા આજે ગીર સોમનાથ ના પ્રાંચી મુકામે ગીર સોમનાથ જિલ્લા કર્મચારી મંડળ ની રચના કરવામાં આવી હતી ત્યારે આ બેઠક માં ઉના શહેર ના ચંદ્રેશભાઈ ડાભી BRC તરીકે ફરજ બજાવી રહિયા છે તેઓ ને  ગીર સોમનાથજિલ્લા પ્રમુખ તરીકે સર્વાનુમતે  વરણી કરવામાં આવી હતી આ સાથે જિલ્લા ના ઉપ પ્રમુખ તરીકે જેસિંગભાઈ ચુડાસમા ,વિજયભાઈ ડોડીયા ,હરેશભાઇ કામળિયા ,બાબુભાઇ સોલંકી તેમજ ગીર સોમનાથ જિલ્લા ના તાલુકા માં ગીર ગઢળા તાલુકા પ્રમુખ તરીકે જયસુખભાઈ ચાવડા ,તાલાલા તાલુકા ના પ્રમુખ તરીકે ગોરડભાઈ તેમજ ઉના તાલુકા ના પ્રમુખ મનોજ ભાઈ રાઠોડ અને સુત્રાપાડા તાલુકા ના પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ સોલંકી જ્યારે વેરાવળ તાલુકા ના પ્રમુખ તરીકે જોરાભાઈ ની નિમણુંક કરવામાં આવી હતી.જ્યારે આ બેઠક માં જિલ્લા માંથી બહોળી સખ્યામાં સરકારી અને પ્રાઇવેટ સેકટર માં કામ કરતા કર્મચારીઓ ઉપસ્થિત રહિયા હતા જેમાં માળીયા તાલુકા માથી દધીચી શેક્ષણિક સકુલના ટ્રસ્ટી અરજણભાઈ ચારિયા ,કાનજીભાઈ ઘોડાદ્રા , તથા અખિલ ભારતીય કોળી સમાજ ના ગુજરાત અધ્યક્ષ રાજુભાઇ વંશ જેમના અધ્યક્ષ સ્થાને આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું તેઓ પણ ઉપસ્થિત રહિયા હતા અને લોકો ને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે તેમના પ્રવચનો થી લોકો ખૂબ પ્રભાવિત થયા હતા.
આ સાથે ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી શખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહિયા હતા જેમાં D.K વાજા ઉચ્ચતર માધ્યમિક શાળા ઉના શહેર ,B C સોલંકી આચાર્ય માધ્યમિક શાળા નાવધરા ગામ , જયસુખભાઈ ચાવડા શિક્ષણવીદ ગિરગઢડા ગામ તથા કાનાભાઈ સેવરા કેળવણી નિરીક્ષક ઉના શહેર,જેસિંગભાઈ ચુડાસમા BRC ગીર ગઢળા શહેર ,બાબુભાઇ પરમાર શિક્ષક ખાણ ગામ સહિત ના બહોળી શખમાં કર્મચારીઓ ઉપસ્થિત રહિયા હતા.કર્મચારી મંડળ માં આવેલ કર્મચારીઓ દ્વારા ભવિષ્ય માં સમાજ ના યુવાઓ ને કઈ રીતે આગળ વધારવા તે બાબતે મુખ્ય સરચાઓ કરવામાં આવી તેમજ આવનારા દિવસો માં આ સંગઠન ને ભારત લેવલે વિશાળ બનાવી અને શક્તિ ને મજબૂત કરવા માટે આહવાન કરવામાં આવ્યું તેમજ ગુજરાત ના તમામ જિલ્લા માં થી કર્મચારિયો જેમાં ભાઈઓ અને બહેનો બહોળી સખ્યામાં જોડાઈ તે માટે હાકલ કરવામાં આવી હતી
જ્યારે  આવનારા દિવસો માં રાજકીય આગેવાનનું ધ્યાન દોરી અને તેઓ સમાજ ને ઉપયોગી થાય તે માટે કર્મચારી મંડળ ના સભ્યો રાજકીય આગેવાનો ને માર્ગદર્શન આપે તેવું જણાવ્યું હતું ત્યારે કોળી કર્મચારી સગઠન ની આવનારા દિવસોમાં વિશાળ મિટિંગ યોજાવાની છે જેમની જાહેરાત ટુક સમય માં કરવામાં આવશે તેવું જણાવાયું હતું
હાર્દિક કાનાબાર પ્રાચી

IMG-20220724-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *