જાંબુઘોડા નજીક આવેલા બોડેલી તાલુકા ના ઝંડ ગામ માં આવેલ અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાનજીના મંદિરે પવિત્ર શ્રાવણ મહિના ના પ્રથમ શનિવારે હજારો ની સંખ્યા માં ભાવિક ભકતો નું ઘોડાપૂર ઉમટી પડયું હતું આજ રોજ સવાર ના ત્રણ વાગ્યા થી પ્રવાસીઓ નો અવિરત પ્રવાહ જૉવા મળી રહ્યો હતો અને દિવસ દરમ્યાન હજારો યાત્રાળુઓ એ દાદા ના દર્શન નો લાભ લીધો હતો
જાંબુઘોડા અભયારણ્ય માં આવેલ આ સ્થળ ને હેડંબા વન તરીકે ઓળખવા માં આવે છે અહીં પાંડવો એ વનવાસ કર્યો હોવાનું માનવામાં આવે છે અહી ભીમની ઘંટી પણ આવેલી છે અને અર્જુને બાન મારી પાણી કાઢયું હતું તે કુવો પણ આવેલ છે આ સિવાય અહી અદભૂત શિવ મંદિર પણ આવેલું છે જેનુ કોતરણી કામ અદભુત છે
અહી શ્રાવણ મહિના દરમ્યાન રોજ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે તે સિવાય પણ દર શનિવારે ને મંગળવારે દર્શનાર્થીઓ ઉમટી પડે છે શ્રાવણ ના છેલ્લા શનિવારે લાખ્ખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે
બોડેલી તાલુકાના ઝંડ ગામ ના જંગલ વિસ્તારમાં માં બિરાજમાન ઝંડ હનુમાન મંદિરે દર્શનાર્થી ઓ નો ભારે ધસારો જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

