Gujarat

બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ કારોબારી  યોજાઈ

પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૨૮ ને બુધવારના રોજ બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ કારોબારી બોડેલી કન્યાશાળા મુકામે બી આર સી બોડેલી વિશાલભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને અને પ્રમુખ સંદિપભાઇ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ યોજાઈ.જેમાં કારોબારી સભ્યો,ગ્રુપચાર્ય ,બી આર સી , સી આર સી ,સંઘના માર્ગદર્શક ,જિલ્લા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જેમાં  શિક્ષણિક ગુણવત્તા માટેના પ્રયાસો , બીએલોઓ ના પ્રશ્નો બાબત , ઉચ્ચતર પગાર ધોરણ બાબતના બાકી રહેલ કેસો બાબત, પુરવણી બિલ બાબત , સ્ટીકર બાબત, પુરા પગારમાં આવેલ શિક્ષકશ્રીઓના પીપીએ નંબર મેળવવાની કાર્યવાહી બાબત, આગામી સમયમાં પુરા પગારમાં આવનાર શિક્ષકશ્રીઓના સર્ટી ખરાઈ બાબત, સીઆરસી/બીઆરસી ના પ્રશ્નો બાબત, 6 થી 8 અને એચટાટના પ્રશ્નો બાબત,શિક્ષણ સિવાયની કામગીરી બાબત, જિલ્લા પ્રતિનિધિ / જિલ્લા ક્રોપ સભ્ય /મીડિયા સેલ / મહિલા વિંગ ના નામ નક્કી કરવા બાબત ચર્ચા સાથે ઠરાવો કરવામાં આવ્યા.
મહામંત્રી નિલમબેન પટેલે પણ સંઘમાં મહિલા પ્રતિનિધિત્વ વધારી મહિલા સશક્તિકરણમાં વધારો કરવાની વાત કરી અને બહેનોના પ્રશ્નો સહિત શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્ય કરતા રહેવાની વાત કરી..
સહમંત્રી  નટવરસિંહ ચૌહાણ દ્વારા કારોબારીનું સુચારુ આયોજન કર્યું
 જિલ્લા સંઘના મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલે પણ જિલ્લા લેવલના જે કાંઈ પણ શિક્ષકહીતના પ્રશ્નો હશે તેના નિરાકરણ સતત કામ કરતા રહેવાની ખાત્રી આપી હતી કારોબારીના અધ્યક્ષ વિશાલભાઈ દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણમાં સંઘની ભૂમિકા , તમામ શિક્ષકો સહિત Crc /Brc / Htat ના પ્રશ્નો એક બની નેક બની સોલ્વ કરવાની વાત કરી હતી
સમગ્ર કારોબારી એક નવી ઉર્જા સાથે થઈ અને છેલ્લે બોડેલી તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ સંદિપભાઇ જયસ્વાલ દ્વારા એજન્ડાની તમામ બાબતો અને હોદ્દેદારશ્રીઓ દ્વારા આવેલ પ્રશ્નોને કેવી રીતે સોલ કરવામાં આવશે તેની પણ વિસ્તૃત ચર્ચા કરી. સાથે સૌ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા પણ  સૌ શિક્ષકશ્રીઓના હીતના કામો કરવાની અભ્યર્થના  સાથે આભારવિધિ કરી કારોબારી પૂર્ણ કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

IMG-20220930-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *