Gujarat

મંત્રી અર્જુન મુંડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો માણ્યો

નર્મદા
કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની દુરંદેશીતાના પરિણામે ભારત દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના રૂપમાં સ્થાપિત થયો છે તેમ જણાવી મંત્રી અર્જુન મુંડાએ વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમા આવનારી પેઢીની જિજ્ઞાસાનો ઉત્તર આપશે અને પ્રેરણા પણ પુરી પાડશે તેમ ઉમેર્યું હતું. કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા મંત્રીએ નોંધ્યું હતું કે, આ મારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે કે આજે મેં સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીંયા સરદાર સાહેબના ભવ્ય જીવન સંઘર્ષ અને ભારતની એકતાનું અભૂતપૂર્વ નિર્માણ થયું છે. જેમાંથી આવનારી પેઢીને તેમની જિજ્ઞાસાનો ઉત્તર અને પ્રેરણા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અત્યંત મહત્વપૂર્ણ અને આવનારી પેઢી માટે એક ઉદાહરણરૂપ ભેટ આપી છે. આ રૂડા અવસરે અહીંના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. તેમજ પ્રતિમાના નિર્માણમાં સહયોગ આપનાર ભારતવાસીઓને અને મૂર્તિકાર રામ સુતારજીને અભિનંદન પાઠવું છું.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *