Gujarat

મહુધા શહેર શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર કેમ્પ યોજાયો

નિસાર શેખ,મહુધા
મહુધા શહેર શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેડા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં ધોરણ ૬ થી કોલેજ સુધીની વિધાર્થીઓને જુડો અને કરાટે તાલીમ આપવામાં આવી હતી જુડો અને કરાટે ની તાલીમ પ્ર,શિક્ષક રશ્મિન ભાઈ પટેલ દ્વારા વિધાર્થીઓને પોતાના આત્મરક્ષણ માટે આપવામાં આવી હતી જેમાં આ તાલીમ ૭ દિવસ સુધી આપવામાં આવશે જેમાં આ પ્રસંગે આચાર્ય  રાકેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમને ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા  કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર વિજય સિંહ ડાભી,આચાર્ય શ્રી રાકેશભાઈ.બી.પટેલ અને મુખ્ય મહેમાન તરીકે મહુધા શહેર પી.આઈ ( P.i ) કે.એસ.દવે ઉપસ્થિત રહ્યાં હતાં તથા આ સમગ્ર સંચાલન એસ.પી.સી કનવિનર મુકેશભાઈ.સી.દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું

IMG-20220223-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *