Gujarat

શિંગોડિયા શાળાની વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે ઉત્તમ કામગીરી.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શીંગોડીયા પ્રા. શાળામાં વકૃત્વ સ્પર્ધા અને ઔષધિ બાગ તથા કિચન ગાર્ડન આ બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા.
વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા અવાર નવાર કરવામાં આવે છે સારી પ્રવૃત્તિઓ.કઠલાલ ની શીંગોડિયા પ્રાથમિક શાળા તાલુકા માં શારું નામ ધરાવતી શાળા છે.આ શાળા ના શિક્ષકો દ્વારા અવાર નવાર વિદ્યાર્થીઓ ના હીત માં સારા કાર્યો કરવામાં આવે છે અહીં કિચન ગાર્ડન અને ઔષધિ બાગ પણ બનાવવામાં આવ્યો છે.અને તેના દ્વારા પણ વિદ્યાર્થીઓ તેના દ્વારા સમગ્ર માહિતી આપવાની કામગીરી કરવામાં આવે છે.શિક્ષકો દ્વારા અવાર નવાર વકૃત્વ સ્પર્ધા સહીત ની પ્રવૃતિ ઓ કરવામાં આવે છે.અને વિદ્યાર્થીઓ માં અભ્યાસ પ્રત્યે રૂચી વધે તેમજ સારો અભ્યાસ મેળવી ગામનું અને શાળા નું નામ રોશન કરી આગળ વધે તેવો પ્રયત્ન અહીં ના શિક્ષકો દ્વારા સતત કરવામાં આવે છે.ગ્રામજનો પણ શિક્ષકો ની કામગીરી થી ખુશ છે.શિંગોડીયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ના વાલી તેમજ એસએમસી સભ્ય ના જણાવ્યા અનુસાર આ શાળા ના શિક્ષકો સમયસર શાળા એ પોહચી શિક્ષણ કાર્ય શરૂ કરી દે છે.અને શિક્ષકો ના સારા સ્વભાવ અને શિક્ષણ કાર્ય થી બાળકો પણ શાળાએ જવા ઉત્સાહીત રહે છે.બાળકો ના વિકાસ માટે મોટીવેટ અને પ્રોત્સાહિત કરવાની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.જેથી બાળકો રસ પૂર્વક શિક્ષણ માં અને વિવિધ પ્રવુતિઓ માં ભાગ લે છે.કિચન ગાર્ડન અને ઔષધી બાગ જેવા વિવિધ કર્યો થી અહીં બાળકો ને શિક્ષણ અને સમજણ આપવામા આવે છે.જેથી બાળકો માં શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ વધી રહ્યો છે

SCREENSHOT_IMG1645698599562.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *