મહેસાણા
મહેસાણા ખાતે યોજાનારા નેશનલ લોક અદાલતમાં પોતાના પેન્ડિંગ કેસોનો મુકવા ઇચ્છુક હોય તેઓએ સંબંધિત કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિને ૮ મી માર્ચ ૨૦૨૨ સુધીમાં સંપર્ક કરવાનો રહેશે. કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ૨૧ હેઠળ લોક અદાલતમાં કેસનું સમાધાન અથવા પતાવટ થયેલું હોય તેવા કેસોમાં કોર્ટ રિફંડ કરી શકાશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીજી સોનીએ જણાવ્યું હતું.મહેસાણા ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા અદાલત તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટમાં ૧૨મી માર્ચ ૨૦૨૨ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો મોટર એકસીડન્ટ ક્લેઇમ, પીટીશન નેગોસીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ભરણપોષણના કેસો, ફેમિલી કેસો, જમીન વર્તનના કેસો, મજુર કાયદા લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ કેસો સહિતના કેસો મૂકી શકાશે.


