Gujarat

માંગરોળ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર હાઇકોર્ટ ના આઈસીયુ ને ગ્રાઉન્ડ ફ્લોર મા લેવા અંગેના મૌખિક આદેશને લઇ વિરોધ દર્શાવી એક દિવસીય હડતાલ પર ઉતર્યા…

માંગરોળ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ના તમામ ડોક્ટરો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું જેમા
તાજેતરમાં ૩૦૬૨૦૨૨ નારોજ ગુજરાતની હાઈકોર્ટ આર/રીટ પિટિશન મા મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોવુ જોઈએ તેમજ કાચના ફસાદ દુર કરવા વિગેરે અંગે અમુક જોગવાઈઓ લાગુ કરવા સુચનાઓ સાથે રાજ્યભરની હોસ્પિટલોને સાત દિવસમા પાલન કરવા નોટીસ ને લઈ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા આ આદેશ નુ વિરોધ દર્શાવી જણાવ્યુ હતુ કે આ સાત દિવસમા ICU ની વ્યવસ્થામા ફેરફાર કરવા શક્ય નથી તેમજ મોટાભાગ ની હોસ્પિટલો ઉપરના ભાગે આવેલ તેને તાત્કાલિક ફેરફાર કરવો શક્ય નથી આ સહીત ના અન્ય નિર્ણયો પણ એકપક્ષીય  લેવાયા છે તેથી આવા નિર્ણય ડોક્ટરો ની સમિતી સાથે ચર્ચા કરી પછી લેવામા આવે તેવી માંગ સાથે ડો.ભાર્ગવ પંડિત, ડો. ગોહેલ, ડો ધોળીયા, ડો શામળા, ડો શમ્મા ,ડો પરમાર વિગેરે સહિત ના ડોક્ટરો દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવી એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220722-WA0126.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *