બીજી આંગણવાડી થાય તો બાળકોનું શિક્ષણ બગડતું અટકે.
એ આઈ એમ આઈ એમ પાર્ટીના જુનાગઢ જીલ્લા
પ્રમુખ સુલેમાન પટેલે બીજી આંગણવાડી ની માંગ કરી.
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા વોર્ડ નંબર નવ નો વિસ્તાર બહુ મોટો હોય અને હાલ એક જ આંગણવાડી કાર્યરત છે જેમા બાળકોની સંખ્યા પૂરી થઈ ગઈ હોવાથી નવા એડમીશન પણ બંધ છે.
વોર્ડ નંબર નવ ના પારસી બાગ બંગલા વિસ્તાર તથા તેની આજુ બાજુ ના વિસ્તાર ના બાળકોને બહુજ દૂર પડે છે વળી જે એક આંગણવાડી છે તેમા પણ જગ્યા નથી તેથી આશરે ત્રણ હજાર પરિવારો રહેતા હોય તેવો આ નવ નંબર વોર્ડ મોટો હોવાથી પારસી બાગ બંગલા વિસ્તાર તથા તથા,બીલ્લી બાગ વગેરે આજુબાજુના વિસ્તારના બાળકોનું શિક્ષણ ના બગડે તે હેતુથી વહેલી તકે આ વિસ્તાર મા એક નવી આંગણવાડી વહેલી તકે કાર્યરત કરવા એ આઈ એમ આઈ એમ પાર્ટીના જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે આ વિસ્તારના સ્થાનિક લોકોની માંગણી ના સહીઓ કરેલા પત્ર સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાસે માગણી કરેલ છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
