Gujarat

માણાવદરની જયઅંબે હોસ્પિટલ દ્વારા મહિલાઓ માટેનો નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપક્રમે

માણાવદરની અતિ પ્રખ્યાત એવી જયઅંબે હોસ્પિટલના અનેકવિધ સેવાકીય કાર્યોએ તેને ઉચ્ચકક્ષાએ સ્થાપિત કરી છે હોસ્પિટલના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત ડો. વિધીબેન પટેલ (શુક્લ) ની કોરોના સમયની તેમની નિઃસ્વાર્થ સેવાને લોકો ભૂલ્યા નથી
તેમને વધારે એક માનવીય સેવાના ઉપક્રમે આઠમી તારીખે આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના વિવિધ રોગોના નિશુલ્ક ચેકઅપ કેમ્પ નું ભવ્ય આયોજન કર્યું છે
આ કેમ્પમાં મહિલાઓના રોગો જેવા કે માસિક અનિયમીતતા, ચેહરા પર ખીલ, કમરનો દુખાવો, વજન વધઘટ, સફેદ પાણીનો સ્ત્રાવ, વિટામિનોની ખામીને કારણે થતી મૂંઝવણો, વારંવાર શરદી, ઉધરસ, ખાસી તથા વિકાસ સંબંધી રોગો તેમજ અન્ય કોઈ રોગોનું વિનામૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે
આ કેમ્પ તાલુકા કક્ષાનો હોય તાલુકાની તમામ મહિલાઓ પોતાના રોગોનું વિનામૂલ્યે ચેકઅપ કરાવી રોગ દૂર કરવા અંગેની માહિતી મેળવી શકશે આ કેમ્પમાં જો જરૂરી રિપોર્ટ કરવામાં આવશે તો તેમાં 40 ટકાની છૂટ રાખેલ છે અન્યથા કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. એ.એસ. મેન્સન ગ્રાઉન્ડ ફ્લોર બહારપરા માં યોજાનાર આ કેમ્પમાં મહિલાઓએ પોતાના રોગનું ચેકઅપ કરાવી શકશે સવારે 10 થી 12 અને સાંજના 5 થી 7 કલાક દરમિયાન કોઈપણ મહિલા આવી શકશે એમ ડો.વિધીબહેન જણાવ્યું છે અને રાષ્ટ્રીય મહિલા દિવસને સાચા સ્વરૂપમાં ઉજવવા નિર્ધાર કર્યો છે
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220305-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *