Gujarat

આદરણીય પ્રધાનમંત્રી *શ્રી નરેન્દ્રભાઈ મોદીજી* ના માર્ગદર્શનમાં અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયની સતત મહેનતના કારણે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી દેશના અને ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે.

આદરણીય પ્રધાનમંત્રી *શ્રી નરેન્દ્રભાઈ મોદીજી* ના માર્ગદર્શનમાં અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયની સતત મહેનતના કારણે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી દેશના અને ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. માન. મુખ્યમંત્રી *શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી* અને રાજ્ય સરકારની સમગ્ર ટીમ પણ રાજ્યના વિદ્યાર્થીઓ ની વતન વાપસી માટે સતત ચિંતા કરી રહી છે પ્રદેશ ભાજપ પ્રમુખ *શ્રી સી આર પાટીલ સાહેબ* ના યથાર્થ મહેનત અને પ્રયત્નોના કારણે અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરીયા* અને સાંસદ *શ્રી નારાણભાઈ કાછડીયા* તથા જીલ્લા પ્રભારી *શ્રી સુરેશભાઇ ગોધાણી*, ના પ્રયાસોથી સાવરકુંડલાનો વિદ્યાર્થી *શ્રી ઋત્વીજ પ્રવિણભાઈ ડોબરીયા* વતન પરત આવતા આજરોજ સાવરકુંડલા ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.
આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ , મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચા, શ્રી વિજયસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી વી. વી.વઘાસિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણી, પૂર્વ મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનલાલ વેકારીયા, જિલ્લા વેપારી સેલ સહકન્વીનર શ્રી સંદીપભાઈ ભટ્ટ, નગરપાલિકા સદસ્ય પતિ શ્રી ભુપતભાઇ પાનસુરીયા, ડાયમંડ એસોસિએશન મંત્રી શ્રી ધનશ્યામભાઈ ડોબરીયા, શ્રી સંજય જેઠવા, શ્રી યગ્નેશ ત્રિવેદી તથા શહેર ભાજપ પરિવાર સહિતના લોકો દ્વારા સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220305-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *