જીવદયા પ્રેમીઓમા રોષ: પગલા ભરવા માંગ
હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેરી પકવવા માટે કેટલાક વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરે છે અને કાર્બન પછી કચરામાં ફેકી દેવામાં આવતુ હોય અને જે ગાય આરોગતા જ મોતને ભેટે છે આવી જ ત્રણ દિવસ માં ચાર ગાયો ને સારવાર માણાવદરમાં આપવામાં આવી હતી.
આ ગાયોને કાર્બન ખાવાને કારણે થયુ હોવાનુ પ્રાથમીક રીતે જાહેર થયુ હતુ
કાર્બન ખાવાને કારણે આ ધટના બનતા જીવદયા પ્રેમીઓમા રોષ જોવા મળ્યો હતો કેરી પકવવા માટે કાર્બનના ઉપયોગ કેટલાક વેપારીઓ દ્રારા કરવામાં આવતો હોય છે અને આ કાર્બનનો જથ્થો કેટલાક જથ્થો કચરાનાં ગંજમાં તેમજ જયાં ત્યા ઠાલવી દેવામાં આવતો હોય છે જે રેઢીયાળ પશુઓ આરોગે છે અને મોતને ભેટે છે કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ સામે પગલા લેવાની માંગ પણ જીવદયાપ્રેમીઓએ કરી છે.


