વિઓ: ધમેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુ૨ તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોક્ટર ૫૨ કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ ઝોઝ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદા૨ મા૨ફતે મળેલ બાતમી આધારે ડોલરીયા ગામે વેડીયા ફળીયા રોડની બાજુમાં આવેલ સુભાષભાઈ ચંદુભાઇ કુંભારના મકાનમાં બિસ્વચ્છત બિરનુપડા સીકદાર નાઓ પોતાની પાસે ડિગ્રી વિના માણસોની જીંદગી જોખમાય તે રીતે તબીબી કાર્ય કરતા હોય જેથી તેઓના ધંધાકીય સ્થળે તપાસ કરતાં મજકુર ઇસમ મેડીકલ ડિગ્રી વિના મેડીકલના સાઘનો,એલોપેથિક દવાઓ તથા ૨ોકડ રૂપિયા મળી કુલ કિ.રૂ ૭,૯૩૫- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા તેઓ વિરૂધ્ધમાં ધો૨ણસ૨ કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
