Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ૨૨૪ ગામ ધજા અને રથ લઈ માઁ અંબાના દર્શને આવશે

*૧૫૧ ગામમાં નવીન ભજન મંડળીઓ જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત ના શ્રદ્ધા જાગરણ આયામ દ્વારા ચાલુ વર્ષે શરૂ કરવામાં આવશે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્રારા આગામી ભાદરવી પૂનમના મહામેળામાં બનાસકાંઠા જિલ્લાના ૧૮૪ ગામ અને સાબરકાંઠા જિલ્લાના ૩૦ એમ મળી કુલ ૨૨૪ ગામમાં ધજા મોકલવામાં આવી જેથી દરેક ગામ માંથી ધજા અને સંઘ લઇને માતાજીના દર્શને આવે અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત ના શ્રદ્ધા જાગરણ આયામ દ્વારા ચાલુ વર્ષે ૧૫૧ ગામમાં નવીન ભજન મંડળીઓ ચાલુ કરવાની છે તે માટે આજ રોજ ૪૦ નવીન ભજન મંડળીઓને સંગીતના સાધનો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જીલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે શ્રદ્ધા જાગરણ આયામના પ્રમુખ ધના મહારાજ અને જનજાતિ કલ્યાણ આશ્રમ ના કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા. ભજન મંડળીના સાધનો માટે આર્થીક સહયોગ શ્રી જગદીશભાઈ પટેલ કડી દ્રારા તેમજ ધજાઓ માટે આર્થીક સહયોગ શ્રી પરેશભાઈ પટેલ કોઇટાપુરા દ્વારા આપવામાં આવેલ હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220826_210914.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *