Gujarat

રાજુલા તાલુકાના વાવેરા નજીક વૃદ્ધને કારમાં લિફ્ટ આપી ત્રણ શખ્સ સોનાના બટનની લૂંટ ચલાવતા ફરિયાદ નોંધાઇ….

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા
 રાજુલા તાલુકાના વાવેરા ગામના એક વૃધ્ધ ઇંટોના ભઠ્ઠા તરફ જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને લેફ્ટ આપી બાદમાં કારમાંથી ઉતારતી વખતે તેમણે પહેરેલા ખમીસમાંથી સોનાના ત્રણ બટનની લૂંટ કરી નાસી જતા આ અંગે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે . વૃદ્ધને લૂંટી લેવાયાની આ ઘટના રાજુલા તાલુકાના વાવેરા ગામે વીજપડી રાજુલા રોડ પર ઇંટોના ભઠ્ઠા પાસે ગઈકાલે સાંજે 7:15 વાગ્યાના સુમારે બની હતી . સ્થાનિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું…
કે વૃદ્ધે તેમણે નજીકમાં ઈટોના ભઠ્ઠા સુધી જવું છે તેમ કહેતા કારચાલકે ચાલો તમને ભઠઠા નજીક ઉતારી દઉં તેમ કહેતા તેઓ કારમાં બેસી ગયા હતા . કાર જયારે ઈટોના ભઠ્ઠા નજીક પહોંચી ત્યારે ચાલકે તેમને ઉતારવા માટે કાર ઊભી રાખી હતી . તે સમયે કારમાં બેઠેલા અન્ય બે શખ્સોએ તેમની સાથે ઝપાઝપી કરી તેમણે પહેરેલા ખમીસના સોનાના ત્રણ બટન આંચકી લીધા હતા . રૂપિયા 36 હજારની કિંમતના સોનાના બટનની લૂંટ થતાં વૃદ્ધ પણ હેબતાઈ ગયા હતા . લૂંટ કરી ત્રણેય શખ્સો કારમાં નાસી છૂટયા હતા . બાદમાં વૃદ્ધે આ અંગે રાજુલા પોલીસ મથકે દોડી જઇ કારમાં આવેલા ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ સામે ફરિયાદ નોંધાવી હતી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *