વિઓ: ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા તથા એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા પાનવડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૪૦૧૦૨૨૦૦૮૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૯ (એ), ૪૮૯ (બી),૧૨૦ બી, ૫૦૬(ર) મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાની તપાસ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પો ઇન્સ જે.પી.મેવાડા નાઓ કરતા હોય અને ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી કેતન ઉર્ફે સન્ની ચંદ્રકાંત પંચોલી રહે. ગાયત્રી નગર સોસાયટી પશુ દવાખાનાની સામે સેડી વાસણ રોડ કવાંટ જી. છોટા ઉદેપુર વાળાએ એક હથીયાર પોતાના ઘરે રાખી મુકેલ હોવાની કબુલાત કરતા એસ ઓ જી ઈન્ચાર્જ પો.ઇન્સ. જે.પી.મેવાડા તથા એસ.ઓ.જી.ટીમના માણસો દ્વારા આરોપીના ઘરે તપાસ કરતા આરોપીના કબ્જામાંથી એક હથીયાર મળી આવેલ જેમા એક દેશી હાથ બનાવટની માઉંઝર પીસ્તોલ કિ.રૂ ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કવાંટ પો.સ્ટે ખાતે બી પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૬૨૨૦૪૪૯/૨૦૨૨ ધી આર્મ એકટ કલમ ૨૫ (૧-બી.) એ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની વધુ તપાસ એસ ઓ.જી.શાખા તરફ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


