ગુજરાતનો એકપણ બાળક કુપોષિત ન રહે..દરેક બાળક સુપોષિત અને તંદુરસ્ત બને અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્યભરમાં સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ,જેમાં ભારતીય જનતા પાર્ટી નો દરેક હોદ્દેદારે એક કુપોષિત બાળકને દત્તક લીધું છે સાથે રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા મહિલા સગર્ભા બને ત્યારથી લઈ એક હજાર દિવસ સુધી તેને પોષણક્ષમ આહાર મળે તે માટેની યોજના અમલમાં મૂકી છે,ઉપરાંત આંગણવાડીના બાળકોને સુપોષણ આહાર તરીકે બાલ આહાર પણ આપવામાં આવી રહ્યું છે,ત્યારે સુપોષણ અભિયાન થકી સુપોષિત ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવા જેઓ નો સિંહ ફાળો છે એવી છોટાઉદેપુર જિલ્લાની આંગણવાડીની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ દરબાર હોલ ખાતે યોજાયો ,જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જીલા મહિલા મોરચા પ્રભારી જીગીષાબેન પટેલ ,જિલ્લા પંચાયત પ્રમુખ માલકાબેન પટેલ,જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો ના હસ્તે પ્રમાણપત્ર અને સુપોષણ આહારના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, કાર્યક્રમ બાદ સાંસદ ગીતાબેન સાહિતનાઓએ નગરની રજપૂત ફળિયા વિસ્તારની આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આહાર પેકેટનું વિતરણ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


