બોટાદ જીલ્લાના રાણપુરની હેત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ રીયલ સ્પીનટેક્ષ કંપની ની શૈક્ષણિક મુલાકાત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને સ્પીનિંગ મિલ વિશેની સમજણ તથા અધતન સાધનોની માહિતી આપી કંપની વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ફેક્ટરીના માલિક કૌશરભાઈ કલ્યાણી તથા મેનેજર આશીફભાઈ શેખ, HR મેનેજર એહસાનભાઈ દેસાઈ તથા ક્વોલિટી ઇન્ચાર્જ રવિકુમાર દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપીને ખુબ જ સારી રીતે સ્પીનિંગ ની પ્રોસેસ થી માહિતગાર કર્યા હતા. હેત વિદ્યાલયના સંચાલક દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


