Gujarat

રાણપુરમાં મોડલ સ્કુલ ખાતે કલા શિક્ષણ સેમિનાર યોજાયો

બોટાદ જિલ્લાના રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શાળાના આચાર્ય એસ. એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ એક દિવસીય કલા શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં અંજુ નરશી એવૉર્ડ,ભારત શ્રેષ્ઠ ચિત્રકાર અને કલાગુરૂ ભારત કલારત્ન એવોર્ડ વિજેતા કૌશિકબાબુ રાઠોડ ‘નિર્દોષ’દ્વારા દોરાયેલા 25 હજાર કરતાં વધારે ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના બાળકોને ચિત્રકલા અંગેનું ખુબ જ અસરકારક અને ઉમદા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ..ડી.ડી. પરમારે કર્યુ હતુ.
કલા શિક્ષણ સેમિનાર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કે.એન.રાઠોડ, ડી એસ પરમાર ,જી.જી.પરમાર, એન.બી. મારવાડી, યુ.એ.મન્સૂરી એમ.જી સંઘરિયાત,ડી.એચ.આખજા વગેરેએ જહેમત ઉઠાવી હતી…

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220310-WA0346.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *