Gujarat

રાણપુરમાં મોડલ સ્કુલ ખાતે સખી વન સ્ટોપ સેન્ટર સેમિનાર નું આયોજન કરાયુ…

બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે શાળાના આચાર્ય કે. એન. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ “સખી”વન સ્ટોપ સેન્ટર- બોટાદ દ્વારા શાળામાં ભણતી કન્યાઓની સમસ્યાઓના સમાધાન માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને કાયદાકીય સલાહ, પોલીસ સલાહ , તબીબી સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય વગેરે બાબતો અંગે “સખી” વન સ્ટોપ સેન્ટર- બોટાદના અરુણાબેન રાસમીયા અને ચંદ્રિકાબેન મકવાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જી.જી પરમાર, ડી .એસ. પરમાર, યુ.એ. મન્સૂરી, ડૉ. ડી.ડી પરમાર, એન. બી. મારવાડી ,એમ.જી. સંઘરીયાત , ડી.એચ. આખજા ,મુકેશભાઈ અણીયાળીયા વગેરે સહભાગી થયા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20220724-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *