પક્ષીઘર-ચબુતરામાં ૩૦૨ પક્ષીઘર જે તમામ ઘરમાં પક્ષી આરામથી રહી શકે તેવુ આધુનિક પક્ષીઘર બનાવામાં આવ્યુ…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં અણીયાળી રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં 1300 જેટલા અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે અને તે તમામ પશુઓનો નિભાવ દાતાઓના દાનથી થાય છે.ત્યારે રાણપુર પાંજરાપોળમાં વધુ એક સેવા નું કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે પાંજરાપોળના પરીસરમાં પક્ષીઘર-ચબુતરો બનાવવામાં આવ્યો છે.વઢવાણના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા સ્વ.વસુમતીબેન ચીમનલાલ સંઘવી,મીતાબેન પરેશભાઈ સંઘવી,પરેશભાઈ ચીમનલાલ સંઘવી આ પક્ષીઘર-ચબુતરા ના દાતા બન્યા હતા આ પક્ષીઘર-ચબુતરામાં ૩૦૨ પક્ષીઘર છે જે તમામ ઘરમાં પક્ષી આરામથી રહી શકે તેવુ આધુનિક પક્ષીઘર બનાવામાં આવેલ છે જેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં જયેશચંદ્રજી મા.સા.તથા સુમાર્શચંદ્રજી મા.સા.તથા જયાંત્સાનાજી મ.સ.તથા જાગૃતિજી મ.સ. ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ રાણપુરના આગેવાનો હાજર રહ્યા હતા.જ્યારે આ પ્રસંગે હાજર મહાનુભાવો પ્રેમજીભાઈ ગોધાવાળાએ રૂ.૧.૧૧.૧૧૧,રાણપુરવાળા અને હાલ વડોદરા રહેતા રાધિકા જવેલર્સના માલીક અને ભારત સોની સમાજના આગેવાન શશીકાંતભાઈ સોનીએ રૂ.૧.૦૧.૧૧૧,રાજેશભાઈ ચીમનલાલ શાહ(મુંબઈ)રૂ.૧.૧૨.૧૧૧ તથા બટુકભાઈ નંદલાલ એ રૂ.૧.૦૦.૦૦૦ તેમજ કેટલાક દાતાઓ દ્વારા ૫૧.૦૦૦,૩૧.૦૦૦ નું દાન પાંજરાપોળ ને આપ્યુ હતુ.આ પ્રસંગે બોટાદ પાંજરાપોળના પ્રમુખ મનીષભાઈ ગાંધી,પાંજરાપોળ સેવા ગૃપ બોટાદના પ્રમેશ પી.શાહ,ઈન્દ્રામણા અમીઝગ વાસુપુજ્ય જીવરક્ષા અભિયાન અમદાવાદના વસંતભાઈ શાહ,અલ્પેશભાઈ શાહ,આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ વાલકેશ્વર-મુંબઈના ચેરમેન જયેશભાઈ શાહ જરીવાળા તેમજ પુર્ણાબેન જતીનભાઈ શેઠ-મુંબઈ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાણપુર પાંજરાપોળના રાજેશભાઈ નારેચણીયા,ઉજનેશભાઈ શાહ,રાજેશભાઈ શાહ સહીત રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે નાગનેશના રમણીકભાઈ,જાળીલાના ભીમજીભાઈ સુતરીયા,રાણપુર ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના ચેરમેન ગોવિંદસિંહ ડાભી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ ને અંતે રાણપુર PSI એસ.જી.સરવૈયાના હસ્તે જરૂરીયાતમંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરાયા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર
