Gujarat

વંથલી શહેરના તમામ વેપારીઓએ આપ્યું માલધારી સમાજને સમર્થન….  

શહેરની તમામ હોટેલમાં ચા ,દૂધ ,છાશ સહિતનો વેપાર સજ્જડ બંધ રાખી સમર્થન જાહેર કર્યું
     ગુજરાત સરકાર દ્વારા ઢોર  નિયંત્રણ કાયદા બહાર પાડવામાં આવેલ છે જેને લઇ સમગ્ર ગુજરાત ભરમાં માલધારી સમાજ ભારે રોષે ભરાયો છે. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં 21 તારીખે દૂધ દહીં છાશ નહી વહેચવા વંથલી શહેરના માલધારી સમાજ દ્વારા  એલાન કરવામાં આવ્યું હતું.તેના સમર્થનમાં ગઈકાલે વંથલી શહેર ની તમામ હોટલોમાં દૂધ દહીં છાશ સહિત ચા નું વેચાણ સંપૂર્ણ બંધ રાખી શહેરના તમામ વેપારીઓ દ્વારા માલધારી સમાજને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.જેને લઇ વંથલી શહેરના તમામ વેપારીઓનો વંથલી માલધારી સમાજ દ્વારા સહકાર આપી સમર્થન જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

IMG_20220921_205917.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *