વલસાડ
વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયાની ભરતીના કારણે દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું છે. નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા વલસાડ તાલુકાના મોટી દાતી દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવતી હોવાની ઘટનાને વારંવાર સ્થાનિક લોકોને ઉજાગર કરી જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં રેતી ખાનન પ્રવૃત્તિ અટકાવવા માટે વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. જેને લીધે આજ રોજ સ્થાનિક લોકો વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવવા અને જિલ્લા કલેકટરના રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા તેમજ મજબૂત પ્રોટેકશન વોલ બનાવી ગામ ડૂબતું બચાવવા માટે રજૂઆત કરવા સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા કલેકટર કચેરીએ ખાતે ગામના તમામ લોકોને કચેરીના પટાંગણમાં પ્રવેશ ન મળતાં સ્થાનિક લોકોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરીને બાનમાં લઇ તેમજ કલેકટર કચેરી કાગળ મુખ્ય માર્ગ ઉપર રસ્તા ઉપર બેસી અને ચક્કાજામ કર્યો હતા. સ્થાનિક લોકોનો આક્રોશ વધતા વલસાડ સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. મોટી દાંતી ગામના લોકોને તેમજ અગ્રણીઓને સમજાવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા કલેકટરને અગ્રણીઓને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતીખનનની પ્રવૃત્તિ મોટી દાતી દરિયા કિનારા વિસ્તારમાં બંધ કરાવવા તેમજ દરિયાઈ ભરતીમાં સ્થાનિક લોકોની સુરક્ષા માટે મજબૂત પ્રોટેકશન વોલ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવવામા આવ્યું હતું.વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવા અને નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માંગ સાથે મોટી સબખ્યામાં સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને કલેકટર કચેરીએ ખાતે સામૂહિક મુલાકાત કરવા ન આપતા સ્થાનિક લોકોમાં આક્રોશ જાેવા મળ્યો હતો જેને લઇ કલેકટર કચેરીના ગેટ પાસે ચક્કાજામ કરી મોટી દાંતી ગામના સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા મુખ્ય માર્ગ ઉપર ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ જવાનો સાથે પણ મોટી દાંતી ગામના લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
