Gujarat

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ  

આગામી તા. ૧૨થી ૧૩, ૧૯થી ૨૦ અને ૨૬થી ૨૭ ઓકટોબર- આમ દિવસ-૦૬ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં ક્માન્ડીંગ ઓફિસરશ્રી, ૬૨૫ ગરુડ ફલાઇટ એરફોર્સ સ્ટેશન, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *