અમદાવાદ
ઈસરો,ગુજકોસ્ટ અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવકાશ વસાહતીકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાકેશ શર્મા વર્ચ્યુઅલી જાેડાવવાના હતા.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રૂબરૂ હાજર રહેવાના હતાં.અમંત્રણમાં પણ જીતુ વાઘાણીનું નામ લખવામાં આવ્યું હતું. આજે ૧૧ વાગે કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં ઈસરો,ગુજકોસ્ટ અને સાયન્સ સીટીના અધિકારીઓ હાજર હતા પરંતુ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેનાર જીતુ વાઘાણી જ ગેરહાજર રહ્યા હતા. બાદમાં અચાનક જ જીતુ વાઘાણી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જાેડાયા હતા. ૧૧ વાગે કાર્યક્રમમાં આવવાના હતા. પરંતુ તેઓ આજે ફરી એક વાર વિવાદમાં ના આવે તે માટે વાઘાણી ૧૨ઃ૧૫ વાગે વર્ચ્યુઅલી જાેડાયા હતા. કાર્યક્રમમાં અનેક સ્કૂલોના બાળકો પણ આવ્યા હતા.કાર્યક્રમ શરૂ થયા ૩૦ મિનિટ સુધી સ્ટેજ પરની ખુરશીઓ પણ ખાલી હતી. આપેલ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો જેને લઈને નિર્ધારિત કાર્યક્રમમાં જીતુ વાઘાણીની સૂચક ગેરહાજરી જાેવા મળી હતી. જાેકે આજે અમદાવાદમાં ૪ વાગે કેસીજી માં પણ કાર્યક્રમ છે જેમાં જીતુ વાઘાણી આવવાના છે પરંતુ સાયન્સસિટીની જેમ આ કાર્યક્રમમાં પણ તેઓ ગેરહાજર રહે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શિક્ષણ, શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થા સામે માત્ર આપ જ નહીં રાજ્યના વાલીઓ પણ અકળાયેલા છે. તાજેતરમાં મળેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે વિપક્ષે અનેક સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન પણ આપ સામે લડવા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાનો આંતરિક સર્વે કરી ગુજરાતમાં તેના અમલ માટે ઉતાવળ કરી રહ્યા હતા. આવામાં ગુસ્સાવાળા મંત્રી તરીકેની છબિ ધરાવતા શિક્ષણમંત્રી આપ સામેની અકળામણ ગુજરાતના વાલીઓ પર ઠાલવી બેઠા હતા. ગઈ કાલે ભાજપનો સ્થાપના દિવસ હતો અને વાઘાણીએ આવું નિવેદન કરતા તેમની ચોમેરથી ટીકા થઈ છે અને ભાજપના સંગઠન તથા સરકારે તેની ગંભીર નોંધ લીધી છે.રાજકોટમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરમાં વિવાદિત નિવેદન આપ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ સારુ ના લાગે તેઓ જ્યાં સારુ લાગે ત્યાં જતા રહે. આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે અમદાવાદમાં સાયન્સ સિટીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં રૂબરૂ આવવાની જગ્યાએ તેઓ વર્ચ્યુઅલી જાેડાયા હતાં. કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓએ પણ વાઘાણીની હાજરી અંગે મૌન સેવ્યું હતું. તે ઉપરાંત કેસીજીમાં પણ બપોરના સમયે કાર્યક્રમ છે જેમાં તેઓ ગેરહાજર રહે તેવી શક્યતાઓ છે.


