Gujarat

શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં યોજાયો ગુરુવંદના કાર્યક્રમ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાવરકુંડલામાં આઝાદીનાં અમ્રૂત મહોત્સવ નિમિત્તે ભારત માતાની પૂજા ,  આરતી  કરવામાં આવેલ તેમજ શાળાની દિકરીઓ સાક્ષાત ભારત માતા સ્વરુપે હાજર હોય તેમનૂં કંકુનો ચાંદલો તથા આરતી ઉતારી પુષ્પો ની વુષ્ટી કરી વંદના કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. . શ્રી નૂતન કેળવણી મંડળનાં આદરણીય પ્રમુખશ્રી ચંદ્રીકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, શ્રી ગીતાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા .શાળાનાં આચાર્યાશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઇ ખખ્ખર, તેમજ સમગ્ર સ્ટાફ પરિવારને પ્રમુખશ્રી , ઉપપ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓએ તથા આદરણીય ડીઈઓ મેડમશ્રીએ અભિનંદન સહ શુભકામના પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી તેરૈયાસાહેબે કર્યુ હતું.

IMG-20220804-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *