અમદાવાદ
ભાજપના વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પુંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. એ દરખાસ્ત બહુમતીના જાેરે પસાર કરવામાં આવતાં જ કાૅંગ્રેસના તમામ સભ્યો સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કરી ગયા હતા. આ અગાઉ પુંજાભાઇ વંશે તેમણે ઉચારેલા બિનસંસદીય શબ્દ પાછા ખેંચી લીધા હતા, એમ છતાં પ્રશ્નોત્તરી પૂર્ણ થતાં જ તેમને ૭ દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. વિધાનસભામાં ઝીરો અવર્સ દરમિયાન દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પુંજાભાઈનું સાત દિવસનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે રજૂઆત કરી હતી. એ મામલે દંડક પંકજ દેસાઈએ સર્વસંમતિથી પુંજાભાઈનું સસ્પેન્શન રદ કરવાનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો. એ બાદ સર્વાનુમતે ધારાસભ્ય તેમનું સાત દિવસનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. અગાઉ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું. અંતે, પુંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ પ્રમાણે તેમની ભાષા પણ શોભે એવી નથી. અંતમાં, અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મામલો શાંત પાડી દીધો હતો. બાદમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કાૅંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને ૭ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં ૩ દિવસ અગાઉ પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહમંત્રી અંગે બિનસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો હતો, પરંતુ આ અંગે માફી માગી લીધી હોવા છતાં તેમને ગૃહમાંથી ૭ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ મામલે ધારાસભ્ય પુંજા વંશનું સાત દિવસનું સસ્પેન્શન સર્વાનુમતે પાછું ખેંચી લેવામાં આવ્યું છે.


