રિપોર્ટર.મકસુદ કારીગર.
કઠલાલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વાર્ષિકોત્સવ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક સાહિત્યકાર અને મોટીવેશનલ સ્પીકર નિર્મલદાન ગઢવી,કઠલાલ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન,મામલતદાર જીજ્ઞાબેન પટેલ, કઠલાલ શહેર ભાજપ પ્રમુખ બીપીનભાઈ પટેલ,નગરપાલિકા ઊપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરાઇ હતી.કોલેજના આચાર્ય ડોક્ટર સુરેશ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કરી મહેમાનોને આવકાર્યા હતા.અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.વાણિજ્ય વિભાગ ના ડોક્ટર અમિત પરમારે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કોલેજમાં શિક્ષણ,રમત ગમત તથા વર્ષ દરમિયાન યોજાતી સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં તાલુકા,જિલ્લા,યુનિવર્સિટી અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં ડોક્ટર નિર્મલદાન ગઢવી એ આગવી છટા સાથે માર્મિક હાસ્ય,દેશભક્તિ,સંસ્કાર અને લોકસાહિત્યની રસપ્રદ વાતો કરી હતી.મામલતદાર જીજ્ઞાબેન પટેલે કોલેજ ની પ્રશંસા કરતા શિક્ષણ અને પ્રગતિના પ્લેટફોર્મ તરીકે કોલેજ ને બતાવી હતી.વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.ઇતિહાસ વિભાગના આકાશભાઈ પરમારે આભારવિધિ કરી હતી.કાર્યક્રમનું સંચાલન અભિષેક દરજી એ કર્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


