Gujarat

સાંસદ શ્રી સી. આર. પાટિલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી વિનોદ ચાવડાનું પણ એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી સુરત જતી વખતે મુખ્યમંત્રીશ્રીએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. તેમની સાથે સાંસદ શ્રી સી. આર. પાટિલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ શ્રી વિનોદ ચાવડા પધાર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના સ્વાગતમાં કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, કમિશનર શ્રી વિજય ખરાડી, શાસકપક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, શ્રી પ્રકાશભાઈ બાંભણીયા સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા.

C.M.-Airport-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *