સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
પુલવામામાં શહીદ થયેલ પેરામિલ્ટ્રી ફોર્સના જવાનોને સાવરકુંડલા માનવ મંદિર ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી જેમાં ઉપસ્થિત અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા ,સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રવીણભાઈ સાવજ ભૂત પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ડી.કે. પટેલ , નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નિવૃત્ત ટીડીઓ હિતેશભાઈ જોશી, તેમજ સાવકુંડલાના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને ફૂલ પુષ્પાંજલિ સાથે કેન્ડલ જગવી જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી આ તમામ કાર્યક્રમનું સંચાલન સાવરકુંડલાના પેરામિલ્ટ્રી ફોર્સમાંથી નિવૃત્ત થઈને આવનાર અતુલભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું
અને માનવ મંદિરના પ.પું. શ્રી ભક્તિરામ બાપુ દ્વારા રાષ્ટ્ર માટે સંદેશો આપ્યો અને રાષ્ટ્ર ધર્મ સર્વ પ્રથમનો ઉદ્દેશ્ય આપ્યો


