Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર આવેલા પ્રવેશદ્વાર પાસે સાવરકુંડલા શહેરના ખ્યાતનામ સોનિક જવેલર્સ દ્વારા પ. પૂ ભક્તિરામબાપુના વરદહસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા સોનિક જવેલર્સ દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણની પહેલ આજરોજ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા પ્રવેશદ્વાર પાસે સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુના હસ્તે વૃક્ષારોપણનું આ અભિયાનના શ્રી ગણેશ થયાં આ તકે સાવરકુંડલાના પર્યાવરણપ્રેમી અને સોનિક જવેલર્સના મિત્રમંડળની ઉપસ્થિતિમાં પૂ. ભક્તિરામ બાપુએ પર્યાવરણના જતન માટે હવે દરેક નાગરિકે સાથ આપવો પડશે. આ સંદર્ભે વૃક્ષારોપણ એટલે વૃક્ષનું જતન અને ઉછેર કરવાની દરેકના  સહિયારા પ્રયાસથી જ કુદરતી ગ્લોબલ વોર્મિંગ ની આફતોને ટાળી શકશું એવો પ્રેરક સંદેશ પણ આ તકે પૂ. ભક્તિરામ બાપુએ આપ્યો. આમ તો સોનિક જવેલર્સ એટલે સામાજિક સેવાઓ માટે હમેશા અગ્રેસર રહે છે. અને શહેરમા વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન પણ કરે છે. સોનિક જવેલર્સના માલિક પરેશભાઈ, કેતનભાઈ અને સુનિલભાઈની આ પ્રવૃત્તિને લોકોએ પણ બિરદાવી હતી.

IMG-20220724-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *