Gujarat

સાવરકુંડલા શહેરમાં લાયન્સ ક્લબ દ્વારા કે. જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ, સાવરકુંડલા પટેલ સમાજના ભનુભાઈ ડોબરીયા , અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત તથા લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા પરિવારની ઉપસ્થિતિમાં હોંશિયાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં લાયન્સ ક્લબ દ્વારા કે. જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ, સાવરકુંડલા પટેલ સમાજના ભનુભાઈ ડોબરીયા , અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત તથા લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા પરિવારની ઉપસ્થિતિમાં હોંશિયાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ.
———————————————————————
સાવરકુંડલા શહેરમા મહુવા રોડ સ્થિત અશોકવાટિકા ફાર્મ ખાતે સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ, અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત તથા સાવરકુંડલા પટેલ સમાજના ભનુભાઈ ડોબરીયા અને સાવરકુંડલા લાયન્સ કલબના પરિવારની ઉપસ્થિતિમાં સાવરકુંડલા લાયન્સ કલબના કે. જી. થી કોલેજ સુધીના સારા ગુણ સાથે ઉત્તીર્ણ થનારા  પરિવારના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવાનો સમારંભ યોજાયો હતો. આ તકે સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબે આવી શૈક્ષણિક પ્રોત્સાહક પ્રવૃત્તિને ખૂબ બિરદાવી હતી અને અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાતે આ તકે ઉપસ્થિત તમામને પોતાના બાળકોને ખાનગી શાળાઓને બદલે સરકારી શાળામાં અભ્યાસ કરવા સૂચન સલાહ આપી હતી. આ તકે સાવરકુંડલા લાયન્સ કલબના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયાએ લાયન્સ પરિવાર તરફથી મળેલા અદ્ભૂત સહકાર બદલ સૌનો આભાર માન્યો અને ફરી આવા જ કોઇ શૈક્ષણિક કાર્યક્રમ યોજાય તો આવા સહકારની અપેક્ષા રાખી હતી. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા લાયન્સ કલબના કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા, કમલભાઈ શેલાર તેમજ તમામ લાયન્સ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા પરિવારના બાળકોની ઉજ્જ્વળ કારકિર્દીની શુભેચ્છા પણ પાઠવી હતી.

IMG-20220614-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *