સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
સાવરકુંડલા શહેરમા બારેમાસ ભરવા લાયક રસોઈને લગતાં મરીમસાલા હળદર, મરચાં, ધાણાજીરું, રાઈ જેવા મસાલાની મોસમ આ વર્ષે ગયા વર્ષની તુલનામાં ૨૦ થી ૩૦ ટકા જેવો ભાવ વધારો જોવા મળ્યો હતો. જો કે આવશ્યક અને જીવનજરૂરી ખાદ્યચીજો હોય લોકો પણ મને ક મને વર્ષભરની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ગોંડલ મરચાં ૩૦૦ થી ૩૫૦ થી શરૂ થઈને કાશ્મીરી મરચું (મોળું) રૂપિયા ૬૦૦ ના ભાવા વેચાતું જોવા મળેલ છે. જો કે હાલ મોટાભાગના લોકોની બારેમાસના મસાલા ખરીદી પૂર્ણ થઈ હોય તેવું લાગે છે. છતાં પણ લોકો પેકડ્ મસાલા જેવા કે હળદર, મરચાં, ધાણાજીરું કે હીંગ મસાલાની ખરીદીનુ વલણ થોડું ઓછું જોવા મળે છે. એટલે પોતે ખરીદીને મસાલા પીસાવવા માટે લોકોની પ્રાથમિકતા જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ મસાલાની જાળવણી માટે પણ ગૃહિણીઓ ખૂબ કાળજી રાખી એર ટાઇટ પાત્રોમાં પેક કરી દે છે. જરૂરીયાત પૂરતા મસાલા સમયાનુસાર ઉપયોગમાં લેવામાં આવે છે. એક તો કોરોના કાળમાથી માંડ પસાર થયાં એવા સમયે વધતી મોંઘવારીએ ગૃહિણીઓનું મસાલાનું બજેટ અસ્તવ્યસ્ત કર્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.

