Gujarat

સુરતનમાં માથાભારે અને રીઢા ગુનેગારને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરત
સુરતના ડિંડોલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ છે. જાહેરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. થયેલી હત્યાને પગલે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં જાહેરમાં જ હત્યાનો બનાવ બન્યો હતો. ઉજ્જવલ નામના શખ્સની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ઉજ્જવલની જાહેર રોડ પર હત્યા કરીને આરોપીઓ નાસી ગયાં હતાં. તિક્ષ્ણ હથિયારના ઘા વાગતાં ઉજ્જવલનો મૃતદેહ લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા ઉજ્જવલની હત્યા પાછળ દારૂનો વેપલો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉજ્જવલને બુટલેગર સાથે માથાકૂટ ચાલતી હતી. જેથી સૂત્રોએ કહ્યું કે, બુટલેગરે આ હત્યા કરાવી હોવાની આશંકા છે. અગાઉ પણ બુટલેગર પર હત્યાના આરોપ થઈ ચૂક્યા છે અને થોડા દિવસ અગાઉ જેલવાસ ભોગવીને આવ્યો છે. ત્યારે હાલ પોલીસે ઉજ્જવલની હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *