Gujarat

સુરતની બહુમાળી કચેરી ખાતે રોજ મોટી સંખ્યામાં લાઈનો જાેવા મળે છે

સુરત
સુરતની બહુમાળી ઓફિસ ખાતે ક્રિમીલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે રોજ કલાકો સુધી લોકો ઉભા રહેલા જાેવા મળે છે. ગમે ત્યારે પણ તમે વિસ્તારમાંથી પસાર થાવ ત્યારે તમારી નજર ચોક્કસ જ કતારમાં ઉભા રહેલા લોકો પર પડે છે. અધિકારીઓ પણ આ બાબતને સારી રીતે જાણતા હોવા છતાં રેઢિયાળ રીતે જેમ ચાલે છે. તેમ ચલાવવામાં જ માનતા હોય તેવું લાગે છે. એક જ સરખી તકલીફ હોવા છતાં પણ વહીવટીતંત્ર તેને ઉકેલ લાવવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. જાણે અધિકારીઓએ મન મનાવી લીધો હોય કે, લોકોનું કામ સરળતાથી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કરવો નહીં કલાકો સુધી તેમને લાઈનમાં ઊભા રાખવા. રોજ કચેરીની બહાર કલાકો સુધી લોકો ક્રિમિલેયર જેવા મહત્વના સર્ટિફિકેટ લેવા માટે ઊભા રહેવા છતાં પણ અધિકારી એવું કોઈ પણ પ્રકારનું આયોજન નથી કરી શકતા કે, લોકોની હાલાકી ઓછી થાય. બહુમાળી હોય કે નાગરિક સુવિધા કેન્દ્ર હોય તમામ સ્થળો ઉપર એક જ સરખા દ્રશ્યો આપણને જાેવા મળતા હોય છે. આજના આધુનિક યુગમાં પણ આપણી સરકારી કચેરીઓમાં કામ કરવાની જૂની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા પડે છે, અને ત્યારબાદ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. એક આખો દિવસ આ સર્ટિફિકેટ કાઢવા માટે જતો રહે છે. નોકરી ઉપર રજા લઈને આર્થિક નુકસાન ભોગવી નહીં સર્ટિફિકેટ માટે આવવું પડે છે. તે પણ નસીબ હોય તો એક જ દિવસમાં કામ થઈ જાય નહીં તો બે થી ત્રણ દિવસ સુધી આવવું પડે છે. મારા જેવા અનેક લોકો અને વિદ્યાર્થીઓ અહીં કતારમાં તમને હંમેશા ઊભા રહેતાં જાેવા મળશે. બે-ત્રણ વખત તો હું અહીં લાઈન જાેઈને જ જતો રહ્યો હતો. પરંતુ આ સર્ટિફિકેટ વગર કામ ચાલે તેમ ન હોવાથી આખરે લાઈનમાં ઊભા રહીને પણ સર્ટીફીકેટ લઇ જવાની ફરજ પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *