સુરેન્દ્રનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ છે. પરંતુ હજી પણ રાજકીય નેતાઓના રાજીનામાના દોર યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. આપણે ચૂંટણી સમયે તો જાણ્યું છે કે, ધડાધડ રાજીનામાં તેમજ પક્ષપલટા કરતા નેતાઓને પરંતું ચૂંટણી પૂરી થયા પછી પણ આ માહોલ યથાવત હોય તેવુ જણાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે. સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે. રૈયાભાઈ રાઠોડે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને તેમણે રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો ગુમાવ્યા બાદ સત્તાધીશો પર આરોપ લગાવ્યા છે. જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાઠોડે જણાવ્યું કે, પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારો ગોઠવ્યા હતા. ગુજરાત જાેડો યાત્રા ‘હાથ સે હાથ જુડે’ના બેનર હેઠળ યાત્રા યોજશે. સંપૂર્ણ ગુજરાતમાં ૩ મહિના સુધી ‘હાથ સે હાથ જુડે’ અભિયાન ચલાવવામાં આવશે. આ યાત્રામાં દરેક તાલુકા પંચાયત અને દરેક વિધાનસભા બેઠકોને આવરી લેવાશે. ગુજરાત જાેડો યાત્રાની શરૂઆત ૧૫મી જાન્યુઆરી બાદ થશે. સમગ્ર અભિયાનની જવાબદારી મિલિંદ દેવરાને સોંપાઈ છે. ત્યારે ભરતસિંહ સોલંકીને જમ્મૂ-કશ્મીર તો અર્જુન મોઢવાડિયાને ઝારખંડની જવાબદારી સોંપાઈ છે.


