Gujarat

સૈનિકનો દેશપ્રેમ….

દેશની રક્ષા ને કરવા જતન,
સૈનિક ચાલ્યો છોડીને વતન,
જે ક્યારેય નહીં થવા દે દેશનું પતન,
કોઈનો લાડકવાયો તો કોઈની આંખોનું રતન,
મમતા ના ખોળે મોટો થયો,
ને પિતાના લાડકોડમાં ઊછર્યો,
બહેનની લાગણીમાં ઘેલો થયો,
ને માતૃભૂમિને સમર્પિત થયો,
સૈનિક માટે તો પ્રશ્ન છે તહેવાર ?
એને તો બસ યુદ્ધ સાથે જ વહેવાર,
ભલે હોઈ ટાઢ તાપ કે વરસાદ,
દેશની રક્ષા એક જ સાર,
યુદ્ધભૂમિમાં પડઘમ વાગે,
સૈનિક ચાલ્યો દેશની રક્ષા કાજે,
હાથમાં હથિયારને બંદુક સાજે,
દોટ મૂકીને દુશ્મન ભાગે,
અચાનક આવે નફરતનું તોફાન,
ડગમગી જાય દેશની શાન,
ભલે શરીરે થઈ જાય લોહી લુહાણ,
ને જરૂર પડ્યે કરે  પ્રાણ કુરબાન,
માતૃભૂમિ માટે જંગ ખેલાય,
દેશદાઝ માટે રક્ત રેલાય,
શરીર ગોળીઓના ઘા થી વીંધાય,
એ શૂરવીરની ત્યારે કાયા પિંખાય,
માં નું હૃદય ત્યારે સંતાપ કરે છે,
પત્નીનું દિલ વિલાપ કરે છે,
આવા વીર સપૂતોને દિલથી સલામ,
જય હો ભારત ! જય હિંદુસ્તાન !….
– લી.તૃપ્તિ વી પંડ્યા….
જય દ્વારકાધીશ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *