Gujarat

હુનરબાઝના સ્ટેજ પર પરિણીતી ચોપરાએ ભારતીસિંહને કહ્યું કે બાળકનું નામ હુનર રાખજાે

મુંબઈ
ટીવી જગતની ‘કોમેડિયન ક્વીન’ ગણાતી ભારતી સિંહ આ દિવસોમાં ખૂબ જ ખુશ છે કારણ કે તેના ઘરે ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. ભારતી સિંહ આ સમયે તેના જીવનની સૌથી સુંદર ક્ષણોમાંથી પસાર થઈ રહી છે અને તેના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાલમાં, ભારતી સિંહ કલર્સ ટીવીના જાણીતા શો ‘હુનરબાઝ’ને પતિ હર્ષ લીંબાચિયા સાથે હોસ્ટ કરી રહી છે. આ શોમાં કરન જાેહરની સાથે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરા અને મિથુન ચક્રવર્તી પણ જજ તરીકે જાેવા મળી રહયા છે. આ શોની જજ પરિણિતી ચોપરા કોમેડિયન ભારતીની પ્રેગ્નન્સીના સમાચારોથી ઘણી ખુશ છે. અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ ભારતીને તેના આવનારા બાળકના નામ વિશે સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. ભારતી સિંહ તેના ગર્ભાવસ્થાના દિવસોમાં પણ સતત કામ કરી રહી છે. હાલમાં અભિનેત્રી પતિ હર્ષ લિમ્બાચિયા સાથે ‘હુનરબાઝ’ શોને છેલ્લા ઘણા અઠવાડિયાથી હોસ્ટ કરી રહી છે. આ શોના એક એપિસોડમાં, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા જજ પરિણીતી ચોપરા અને કરણ જાેહરને નવા બાળકના નામ સૂચન માટે પૂછતા જાેવા મળ્યા હતા. તાજેતરમાં, આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં પરિણીતી ચોપરા ભારતીને તેના આવનાર બાળકના નામ વિશે સૂચનો આપતી જાેવા મળે છે. આ અંગે કરણ જાેહર તેના મનમાં રહેલો ડર શેયર કરતા કહે છે કે, ક્યાંક ભારતી તેના બાળકને સેટ પર જ જન્મ ન આપી દે. કરણ જાેહરની આ વાત સાથે ભારતી સિંહ પણ સહમત છે. ભારતી એવું પણ કહેતી જાેવા મળે છે કે તે પણ કંઈક એવું જ માની રહી છે કે, એવું ન થાય કે બાળક સેટ પર હોવું જાેઈએ. કારણ કે ડિલિવરીની તારીખ પણ નજીક છે અને ડૉક્ટર્સ કહે છે કે બાળકનો હવે ગમે ત્યારે જન્મ થઇ શકે છે. કરણ જાેહરનું કહેવું છે કે, જાે ભારતીને દીકરો થાય છે તો તેણે પોતાના દીકરાનું નામ ‘હુન્નર’ રાખવું જાેઈએ અને જાે દીકરીનો જન્મ થાય તો ભારતીએ બાળકીનું નામ ‘બાઝ’ રાખવું જાેઈએ. ભારતીને કરણના આ વિચારો બિલકુલ પસંદ ન આવ્યા અને આગળ કહ્યું કે, તમારા બાળકોના આટલા સારા નામ યશ અને રૂહી છે અને મારા બાળકોના નામ હુનર અને બાઝ!’ આગળ કરણ જાેહર ભારતી સિંહને બાળક માટે બીજું નામ સૂચવે છે – ‘પ્રબીર’, જેનો અર્થ થાય છે ‘કૌશલ્ય’. આ દરમિયાન કરણે કહ્યું કે, ‘બોલીવુડમાં કબીર, રણબીર અને રણવીર ઘણા છે. પણ કોઈ જ પ્રબીર નથી.’ જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા પણ કહે છે કે ભારતીની દીકરીનું નામ ‘ઈનાયત’ હોવું જાેઈએ અને કરણે પણ આગળ કહ્યું- કે, ‘નૈના’ પણ સારું નામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *