AAP ના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડવવા મુદ્દે સોશિયલ મીડિયા ઉપર વાંક યુદ્ધ, ફેસબુક ઉપર AAP ના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ ખુલાસો કરવા સાથે લગાવ્યા આરોપ, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં મહિલા નેતા સહિત બે AAP ના હોવાનો કરાયો છે દાવો,
મહિલા નેતા ને AAPમાં કોઈ હોદ્દો આપ્યો જ ન હોવાનો પ્રો.અર્જુન રાઠવાએ કર્યો ખુલાસો,
મહિલા નેતા જવનીકાબેને પોસ્ટ ઉપર કોમેન્ટ કરી આપ ની મહામંત્રી હોવાનો પુરાવો રજૂ કર્યો,સાથે AAP ના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાને માપમાં રહેજો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવાની ઉચ્ચારી ચીમકી,કોંગ્રેસમાં જોડાયેલ બંને વ્યક્તિ RSS સંસ્થા સાથે સંકળાયેલ હોવાના પણ અર્જુન રાઠવાએ લગાવ્યા આરોપ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોવાનું અર્જુન રાઠવાનું નિવેદન,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


