ગિરગઢડા
ભરત ગંગદેવ.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીડ બેંક ગીર સોમનાથ દ્વારા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની તમામ બેંકો જોડાઈ હતી અને વિવિધ બેન્કોના ગ્રાહકોને જુદી જુદી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પમાં સ્થળ પર ૪૨ જેટલા ગ્રાહકોને રૂ. ૫૦ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૨૫૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન લીડ બેંકના મેનેજર શ્રી ભગવાનભાઈ મેર તથા બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી કુલદીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળની તમામ બેન્કોએ જહેમત ઉઠાવી હતી.


