રાજકોટમાં મારામારીના ગંભીર ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેરમાં પ્રોહી બુટલેગરો તથા માથાભારે ઈસમો તથા નામદાર કોર્ટ માંથી બીન જામીનલાયક વોરંટો તથા નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા સુચના આપેલ હોય. P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ એ.એ.બ્લોચ તથા અનીલભાઇ જીલરીયા તથા કુલદિપસિંહ ગોહીલ નાઓને તેમના ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૮૯(૧) ૧૮૯(૪), ૧૯૧(૧) ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૨ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (1) આર્યન કિરણભાઇ મારૂ જાતે-અનુ.જાતિ ઉ.૧૯ રહે-સર્વોદય સોસાયટી શેરીનં-૩ નવા થોરાળા રાજકોટ (2) મીલન દિપકભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉ.૨૦ રહે-ક્રિષ્નાપાર્ક શેરીનં-૧ નવા થોરાળા રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


