Gujarat

રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીને પકડી ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.

રાજકોટમાં ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીને પકડી ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.

રાજકોટમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસ્તા-ફરતા આરોપીઓ તેમજ મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કૃણાલસિંહ ઝાલા તથા મનીષભાઇ સોઢીયા અને ભાવેશભાઇ ગઢવી નાઓની સંયુકત બાતમી આધારે આરોપી પાસેથી બે અલગ-અલગ ચોરીના ગુનામા ગયેલ મોટરસાયકલો કબ્જે કરીને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. (1) પદમભાઇ તુલસીંગ બુધ્ધાક્ષેત્રી નેપાળી રહે.KKV હોલની પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ રહે.ગુરાસ ગાંવ પાલીકા વોર્ડનં.૭ જી.નેપાળ. મોટરસાયકલ રજી નં.GJ-03-LH-1991 કી.૫૦,૦૦૦ મોટરસાયકલ રજી નં.GJ-03-CQ-5658 કી.૨૦,૦૦૦ કુલ મુદ્દામાલ કી.૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260709-WA0076.jpg