Gujarat

આણંદમાં રાષ્ટ્રીય સ્તરની ક્રિએટિવ આર્ટ સ્પર્ધા યોજાઈ

આણંદ
યંગ આર્ટિસ્ટ કોમ્પિટિશનમાં આ વર્ષે જૂદા જૂદા ૪ રાજ્યોમાંથી એન્ટ્રી આવી હતી. જેમાંથી ૪૨ વ્યક્તિઓ ફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામ્યા હતા. ૩૦ જાન્યુઆરીના રોજ બી.એન.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરા મેડીકલ એન્ડ સાયન્સ આણંદ ખાતે ફાઇનલ રાઉન્ડનું યોજાયો હતો. પંચ તત્વ વિષય પર આધારિત આ સ્પર્ધા લગભગ ૩ મહિના પહેલા શરૂ થઈ હતી. જેના ભાગરૂપે કલાકારોએ કેનવાસ ઉપર ખુબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યા હતા. આ પ્રસંગે જાણીતા આર્કિટેક્ટ અને વાસ્તુ સાયન્ટિસ્ટ મયંક રાવલ, યુ એકસ ડિઝાઈનર કવિશ રાવલ, ડો અર્પિત અરોરા, સેજલ રાવલ તેમજ અન્ય મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પણ વિવિધ ભાગોમાંથી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાની ટ્રોફીનું નામ છે, ‘ડો. ડીએ રાવલ ટ્રોફી ફોર ક્રિએટિવ આર્ટ.’ મયંક રાવલ ફાઉન્ડેશન ૨૦૦૬થી કાર્યરત છે. આર્ટ કોમ્પિટિશન, આર્ટ પ્રમોશન, વિદ્યા સહાય, તબીબી સહાય, રોજગાર, જેવી અનેક પ્રવૃત્તિઓ તેના દ્વારા થાય છે. અત્યાર સુધીમાં ૩ લાખથી વધારે લોકો તેનો લાભ લઈ ચૂક્યા છે. તેના ચેર પર્સન શ્રીમતી હેમલતા રાવલ એક સારા આર્ટિસ્ટ છે. સેક્રેટરી સેજલ તથા વિશ્વા રાવલ આ પ્રવૃત્તિમાં કાર્યરત છે. મહત્વનું છે કે, મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં સંગીત સમ્રાટ સિઝન-૨ નું આયોજન કરવામાં આવશે. જે શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના કલાકારો માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *