રાજકોટ
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે લોકો તેમના પક્ષમાં ઉચ્ચ વગ વાળા લોકોને સામીલ કરવા એડીચોડીનું જાેર લગાવી રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છની ૫૮ પૈકી આશરે ૨૦ બેઠક પર પાટીદાર મતો નિર્ણાયક છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાટીદાર મતો પર પ્રભુત્વ ધરાવતા હોવાનું મનાય છે. નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાં લેવા નેતાઓએ એડીચોટનું જાેર લગાવ્યું છે. આપના અગ્રણી અજીત લોખિલ અને પ્રદેશ પ્રભારી તથા દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ તાજેતરમાં આ મુદ્દે નરેશ પટેલને મળી ગયાનું જાણવા મળ્યું છે તો આપના પ્રવીણ રામ અને નિખીલ સવાણીએ પણ તેમની મુલાકાત કરી હતી. આ પહેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ પણ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક કરી ચૂક્યા છે અને તમામ નેતાઓ મીડિયા સમક્ષ ઔપચારિક મુલાકાત ગણાવી છે. પરંતુ હકિકતમાં તમામ નેતાઓ તાજેતરમાં સમાજ કહેશે તો રાજકારણમાં જાેડાઈશ તેમ કહેનાર નરેશ પટેલ પક્ષમાં જાેડાઈ તો પોતાના પક્ષમાં આવે અથવા પ્રતિસ્પર્ધી પક્ષમાં ન જાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીની નરેશ પટેલે પ્રશંસા કરી હોય પોતાની પાર્ટીમાં લેવા નેતાઓ પૂરા પ્રયાસો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોઈ જ્ઞાતિ કે સમાજના આગેવાન પક્ષમાં જાેડાઈ કે હાલના કોઈ નેતા પક્ષપલ્ટો કરે તે માટે મોટાભાગના નેતાઓ પંજાબ, ઉત્તરપ્રદેશની ચૂંટણીનું ૭ માર્ચે જાહેર થનાર પરિણામ પર મીટ માંડીને બેઠા છે. હવા કંઈ તરફ વહે છે તેનો તાગ કાઢ્યા બાદ જ નરેશ પટેલ સહિતના નેતાઓ જે-તે પક્ષમાં સક્રિય થશે અને આ સમયની શરૂઆત માર્ચના બીજા સપ્તાહ પછી થવાની શક્યતા રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન ભાજપમાં બદલાયેલા સત્તાના સમીકરણ વચ્ચે રાજકોટ પશ્ચિમ, પાટીદાર નેતા માટે સલામત ગણાતી રાજકોટ દક્ષિણ અને કોળી અને પટેલ મતદારો ધરાવતી જસદણ બેઠકની ટિકિટ માટે ખેંચતાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. જાેકે ભાજપે ઉમેદવારને ગૌણ બનાવીને બૂથ નેટવર્ક મજબૂત કરવા, ભાજપની ઈમેજ સુધારવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આમ આદમી પાર્ટીએ પણ તેના પગલે બુથ દીઠ કાર્યકરો નિયુક્ત કરીને બુથમાં નિર્ધારિત મતો કંઈ રીતે લાવવા તેનું આયોજન કરી રહી છે. કોંગ્રેસના નેતાઓનું વલણ હજુ જૈસે થે રહ્યું છે.


