વારંવાર સસરા પક્ષના ૯ સભ્ય દ્વારા માનસિક હેરાનગતિ કરાતી હોવાની પોલીસમાં રાવ.
મરનાર યુવાનએ લખેલી સુસાઈટનોટ પણ વોટ્સએપમાં મળી.
ઊના- ઉના શહેરમાં આવેલ સરસ્વતિ સ્કૂલ નજીક મોટાં હનુમાન મંદિર ચોક પાસે રહેતાં પરણિત કોળી યુવક ભરત કાળુભાઇ બાંભણીયા ઉ વ ૩૫ પોતાનાં રહેણાંક મકાન નાં રૂપમાં છત નાં સળીયા માં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપધાત કરી લેતાં પરિવાર માં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી મરનાર યુવાન નાં લગ્ન આજથી ચાર વર્ષ પહેલા વેરાવળ રોડ પર આવેલા ગાયત્રી મંદિર બાજુ માં રહેતાં ભીખાભાઈ દેવગણ ભાઈ મેવાડાની પુત્રી અલ્કાબેન સાથે થયેલાં અને છ માસ સારી રીતે ધર સંસાર ચાલ્યા બાદ પતિ પત્નિ વચ્ચે વારંવાર ઝગડા થતાં અને અલકાબેન પીયરમાં રીસાયને ચાલ્યા જતાં હતાં. આ લગ્ન જીવન દરમ્યાન ભરતને એક આધ્યા નામની દીકરી ઉ.વ. ૪ પણ હોય પતિ પત્નિ વચ્ચે ચાલતાં અણ બનાવ નાં કારણે ભરત નાં સસરા ભીખાભાઈ દેવગણભાઈ મેવાડા તેમજ અલ્કાબેન ભરતભાઈ, સાસુ કેસરબેન ભીખાભાઈ, ભાવેશભાઈ, છાયાબેન, પુજાબેન, લવજીભાઈ, જયેશ ભાઈ, સંદીપભાઈ સહિતના અલ્કાબેનનાં પરિવારજનો દ્વારા અલ્કાબેનને સારી રીતે સાચવી રાખજો નહિંતર પરીવારને જીવવા દેશુ નહિં. તેમ જણાવી ધાક ધમકીઓ આપી સારીરીક માનસીક રીતે હેરાનગતિ કરાતી હોવાથી મરણજનાર યુવાન ભરતભાઇ કાળુભાઇ બાંભણીયા માનસિક ટેન્શન હેઠળ રહેતો હોય અને ગત તા ૨૨ મે. ૨૦૨૨ નાં બપોરે દોઢ વાગ્યે ભરત પોતાની ગોદરાચોક પાસે આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાન બંધ કરી ઘરે આવેલ અને ભોજન કરી પોતાનાં રૂમમાં ગયેલ સાંજનાં પાંચ વાગ્યાનાં સમયે તેનો મિત્ર ચંદુભાઈ મળવાં આવતાં મરનાર ભરતની માતા વાલીબેન કાળુભાઇ બાંભણીયા એ અવાજ કરતાં ભરત કોઈ જવાબ નહીં આપતાં તેનાં રૂમમાં જોતાં દરવાજો ખુલ્લો હોય અને ભરત ની લાશ દોરડે ગળામાં વીટાઈ આપધાત કરેલી હાલતમાં જોવાં મળતાં પરીવારનાં સભ્યોમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. અને વાલીબેન કાળુભાઇ બાંભણીયા તેમજ ભરત ની બેન તેમજ ઘરે આવેલ મિત્ર તાત્કાલિક સારવાર અર્થે ઊના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં તબીબ દ્વારા મૃત્યુ જાહેર કરેલ હતું. આ અંગે ઊના પોલીસમાં ભરતનાં સસરા સહિત સાસરિયાં પક્ષનાં ૯ શખ્શો વિરૂદ્ધ આઇ ટી સી કલમ ૩૦૬/ ૫૦૪ મુજબ ગુન્હો મરનાર ભરતની માતા વાલીબેન કાળુભાઇ બાંભણીયાની ફરીયાદ નોધી દાખલ કરી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મરનાર ભરત તેની ત્રણ બહેનોનો એકજ ભાઈ હતો. વાલીબેન કાળુભાઇ બાંભણીયાને ત્રણ દીકરીઓ અને એક માત્ર પુત્ર ભરત હતો નાની ઉંમરે વાલીબેનનાં પતિ કાળુભાઇનું અવશાન થતાં ત્રણ પુત્રી અને એક પુત્રની જવાબદારી વાલીબેન ઉપર આવી પડતાં ઊના નગરપાલિકામાં પટ્ટાવાળાની નોકરી મળતાં બે દિકરીને સાસરે વળાવી પુત્રનાં લગ્ન ગામમાં કરેલ હતા. અને એકનાં એક પુત્ર એ આપઘાત કરી લેતાં પરિવાર શોકમય બની ગયું છે. મરનાર એ હાથે સુસાઈટ નોટ લખી વોટ્સએપમાં નાખી હતી. મરણ જનાર ભરત એ આપધાત કરતાં પહેલાં પોતાનાં હાથે સુસાઈટ નોટ લખી વોટ્સએપ મારફતે પોતાની પત્નિ અલ્કાબેનાં મોબાઈલ નંબર પર મોકલી હતી પરંતુ મોબાઈલ અલકાબેન નો ભરતના ધર માં પડેલ હોવાથી કોઈ એ જોયેલ નહીં અને આપઘાત પછી આ વાત બહાર આવી હતી અને સુસાઈટ નોટમાં ઉપરોક્ત આરોપી નાં નામ લખીને ત્રાસનાં કારણે આપધાત કર્યા હોવાનું જણાવતાં મરણકિયા વિધી પુર્ણ થયાં બાદ મોડી ફરીયાદ નોંધાવી હતી..
