Gujarat

કઠલાલ દુધની ડેરી પાસે કરિયાણાની દુકાનમાંથી રૂપિયા ૨,૪૦,૦૦૦ હજારની ચોરી.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ બજારમાં આવેલ દુધની ડેરી પાસે એક કરિયાણાની દુકાનમાંથી રૂપિયા બે લાખ ચાલીસ હજાર ની મતાની ચોરીની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી અને ફરિયાદી ઈદરીસભાઈ અબ્દેલસતાર મન્સૂરી રહેવાસી કઠલાલ ની ફરિયાદના આધારે કઠલાલ દુધની ડેરી પાસે તેમની કરિયાણાની દુકાન આવેલ છે.જ્યાં થી રૂપિયા બે લાખ ચાલીસ હજારની રોકડ રકમની ચોરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો.કાળા કલરના પાકીટમાં મુકેલ રૂપિયા બે લાખ ચાલીસ હજાર તથા દુકાનની ઉઘરાણી ની બુક,ખાતાવહી તેમજ લે વેચ ના બિલ સાથે પાકીટ કોઈ ગઠિયો નજર ચૂકવીને બેગ સાથે ચોરી કરી પલાયન થઈ ગયો હતો.સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કઠલાલ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.

IMG20220723090427.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *